Wednesday 21 December 2011

ગુજરાતના મહાનુભાવોનાં પ્રાથમિક શિક્ષણની માહિતી

શિક્ષક મિત્રો


નીચે ગુજરાતમાં જન્મેલા ગુજરાતીઓના નામ આપેલા છે.જેઓ નાનપણમાં કઈ પ્રાથમિક શાળામાં ભણ્યા છે? તે શાળાનું નામ તેઓનો જી.આર.નંબર મળે તો તે અને કયા વર્ષમાં ભણ્યા છે. તે વિગત નીચેના email પર મોકલી આપવી.

- haresh5772@yahoo.co.in

- patandeo@gmail.com

(૧) નરેન્દ્રભાઈ મોદી

(૨) ગાંધીજી

(૩) સરદાર પટેલ

(૪) મોરારજી દેસાઈ

(૫) શ્યામજી કૃષ્ણવર્મા

(૬) ઇન્દુલાલ યાજ્ઞિક

(૭) જીવરાજ મહેતા

(૮) મહાદેવ દેસાઈ

(૯) મોરારી બાપુ

(૧૦) શ્રીમદ રાજચંદ્ર

(૧૧) સ્વામી સચ્ચિદાનંદ

(૧૨) પ્રમુખ સ્વામી મહારાજ

(૧૩) વિજય રત્નસુરીશ્વરજી મહારાજ

(૧૪) રંગ અવધૂત મહારાજ

(૧૫) પૂ.શ્રીમોટા

(૧૬) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(૧૭) રવિશંકર મહારાજ

(૧૮) ઇલાબેન ભટ્ટ

(૧૯) કસ્તુરભાઈ લાલભાઈ

(૨૦) અરવિંદ મફતલાલ

(૨૧) ધીરુભાઈ અંબાણી

(૨૨) કરશનભાઈ પટેલ

(૨૩) ઉમાશંકર જોશી

(૨૪) કનૈયાલાલ મુનશી

(૨૫) પન્નાલાલ પટેલ

(૨૬) ગીજુભાઈ બધેકા

(૨૭) ન્હાનાલાલ

(૨૮) જયભિખ્ખુ

(૨૯) કુમારપાળ દેસાઈ

(૩૦) ઝવેરચંદ મેઘાણી

(૩૧) કવિ નર્મદ

(૩૨) જનરલ માણેકશા

(૩૩) રવિશંકર રાવળ

(૩૪) ભગવતીકુમાર શર્મા

(૩૫) કલાપી

(૩૬) જીવરામ જોશી

(૩૭) આનંદશંકર ધ્રુવ

(૩૮) રણજીતસિંહ

(૩૯) વીનું માંકડ

(૪૦) વિક્રમ સારાભાઈ

(૪૧) હોમીભાભા

(૪૨) ઠક્કરબાપા

(૪૩) કસ્તુરબા

(૪૪) અવિનાશ વ્યાસ

(૪૫) સંજીવકુમાર

(૪૬) જયશંકર સુંદરી

(૪૭) પીરાજી સાગરા

(૪૮) મનહર ઉદાસ

(૪૯) કલ્યાણજી આનંદજી

(૫૦) સયાજીરાવ ગાયકવાડ

(૫૧) ભુલાભાઈ દેસાઈ

(૫૨) અનુભાઈ ઠક્કર

(૫૩) દાદાભાઈ નવરોજી



ઉપરોક્ત મહાનુભાવોની માહિતી (પ્રાથમિક શિક્ષણ અને કઈ શાળા) મેળવીને એક સપ્તાહમાં ઉપર જણાવેલ email ઉપર માહિતી મોકલી આપશો આ માહિતી ઝડપથી અને કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત કરી આ શિક્ષણનાં કાર્યમાં મદદરૂપ થાઓ તેવી વિનંતી.

Thursday 2 June 2011

from CURRICULUM to TEXTBOOK

અભ્યાસક્રમથી પાઠ્યપુસ્તક સુધી......

  • અભ્યાસક્રમ
    • તાર્કિક આધાર 
    • વિષયોનું વર્ણન અને અધ્યયન નીપજ
    • અમલીકરણના ઉપાયો
  • વિષયના હેતુઓ 
    • પર્યાવરણવિષયના હેતુઓ 
      • કૌશલ્યોનો વિકાસ : અવલોકન, જીજ્ઞાસા, વિશ્લેષણ, તારણ, સમસ્યા ઉકેલ, તુલના, અર્થઘટન, કલ્પનાશક્તિ, સર્વેક્ષણ વગેરે
      • અનુકૂલન 
      • કાર્યકારણ સંબંધનો વિકાસ
      • જીવાતા જીવન સાથે અનુબંધ
      • પર્યાવરણપ્રેમી સમાજની રચના
  • પાઠ્યક્રમ
    • વિષયના હેતુઓને ધ્યાનમાં રાખીને પાઠ્યબિંદુઓની પસંદગી
    • ધોરણવાર પાઠ્યબિંદુઓનો વિકાસક્રમ
    • પાઠ્યક્રમનું Spiral Way માં ગઠન
  • પુસ્તકનું માળખું - Book Frame
    • દરેક વિષયમાં ધોરણવાર Book Frame
    • પાઠ્યક્રમની પાઠવાર ફાળવણી
    • પાઠની તાર્કિકક્રમમાં ગોઠવણી
    • પાઠની રજૂઆતની શૈલી
    • સમયની ફાળવણી
  • શીખવાનો પ્રવાહ - Learning Flow
    • વર્ગખંડમાં બાળકો શું કરી રહ્યા હશે ? - તે ધ્યાનમાં રાખીને દરેક પાઠનો Learning Flow
  • પાઠની રૂપરેખા - Lesson Outline
    • Book Frameમાં નક્કી થયા મુજબ દરેક પાઠની રૂપરેખા 
    • Learning Flow પ્રમાણે પાઠનો વિકાસ
    • Lesson Outlineના મુદ્દા 
      • A. ક્રમ
      • B. વર્ગખંડમાં શું અપેક્ષિત છે ? (હેતુ/સમય સહીત)
      • C. પાઠ્યપુસ્તકમાં રજૂઆત (વાર્તા/પ્રવૃત્તિ/કવિતા)
      • D. ચિત્ર/ગ્રાફિક્સ(જો હોય તો)
      • E. શિક્ષકને જરૂરી માહિતી, તૈયારીન સુચનો 
      • F. સ્થાનિક સંદર્ભ સાહિત્ય અને e-material
  • પાઠ
    • વિદ્યાર્થી આવૃત્તિ : 
      • Lesson Outlineમાં દર્શાવેલ C અને D
    • શિક્ષક આવૃત્તિ :
      • Lesson Outlineમાં દર્શાવેલ B અને E
  • પાઠ્યપુસ્તક
    •  ઉપરોક્ત પ્રક્રિયાને આધારે ધોરણ ૧ થી ૮ ના સત્રવાર અજમાયશી પાઠ્યપુસ્તક

Sunday 16 January 2011

SRG Workshop - DHANAP,Gandhinagar

ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા

શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ, ધણપ, ગાંધીનગર. તા. ૭ થી ૧૧ જાન્યુઆરી ૨૦૧૧

v ૭ જાન્યુઆરી ૨૦૧૧

Ø ૧૯:૩૦ થી ૨૧:૦૦

· અગાઉના વર્કશોપની ચર્ચા

· અગાઉ આપવામાં આવેલ ગૃહકાર્યનું વિષયવાર જૂથમાં વાચન

o પર્યાવરણ જૂથનાં બે પેટા જૂથ પાડીને ગૃહકાર્યનું વાચન કરાવવામાં આવ્યું તેમજ તેની ચર્ચા કરવામાં આવી.

· પાઠ્યપુસ્તકની ભૂમિકા પર ચિંતન કરવાનું આપવામાં આવ્યું.

o પાઠ્યપુસ્તક એવું શું કરે છે, જે અન્ય પ્રકારની સામગ્રી સાથે નથી થતું?

o પાઠ્યપુસ્તક ન હોય તો શું નુકસાન જાય ?

v ૮ જાન્યુઆરી ૨૦૧૧

Ø ૮:૩૦ થી ૧૧:૦૦

· ટપકા જોડો ની પ્રવૃત્તિ ERAC ફોર્મેટ પ્રમાણે કરાવવામાં આવી

o તે પ્રવૃત્તિને વિવિધ રીતે વિષયવાર કેવી રીતે સાંકળી શકાય ?

o આડાઅવળા ક્રમમાં આપેલા ૧ થી ૧૫ સુધીનાં બિંદુને એવી રીતે જોડો કે એક પણ લાઈન ક્રોસ ના થાય !

· પાઠ્યપુસ્તકની ભૂમિકા પર સામુહિક ચિંતન

o કોના માટે વધુ ઉપયોગી છે ? બાળક માટે ? શિક્ષક માટે? કે પછી વાલી માટે?

o તેમાં કેવા ગુણ હોવા જોઈએ ? (૧) સામાન્ય અને (૨) વિશિષ્ટ

Ø ૧૨:૩૦ થી ૧૭:૦૦

· પાઠ્યપુસ્તકના કેવા ગુણ હોવા જોઈએ ? (૧) સામાન્ય અને (૨) વિશિષ્ટ

· દરેક વિષયની Curriculum Outline પર જૂથનાં પસંદિત ૩ થી ૪ સભ્યો દ્વારા ચર્ચા.

Ø ૧૮:૩૦ થી ૨૧:૦૦

· અન્ય રાજ્યોનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ

o વિશેષતાઓ મર્યાદાઓ

o તેના પર સામુહિક ચર્ચા

· પાઠ્યપુસ્તકોનું વિષયવસ્તુ કેવું હશે ? અને તે કેવા સ્વરૂપે રજુ થશે ?

v ૯ જાન્યુઆરી ૨૦૧૧

Ø ૮:૩૦ થી ૧૧:૦૦

· દરેક ધોરણમાં વિષયવાર સમયની ફાળવણી.

· સમયની ફાળવણી પર સામુહિક ચર્ચા

Ø ૧૨:૩૦ થી ૧૭:૦૦

· જૂથના ૩ થી ૪ સભ્યોને પસંદ કરી દરેક વિષયની Curriculum

Outline નું Finalization.

· દરેક જૂથ દ્વારા પોતાનાં વિષયના ગુણોનું ધોરણવાર વર્ગીકરણ

Ø ૧૭:૩૦ થી ૨૦:૦૦

· એક્ષ્પોઝર વિઝીટ : ફાર્મ હાઉસ

v ૧૦ જાન્યુઆરી ૨૦૧૧

Ø સવારે ૮:૩૦ થી ૧૧:૦૦

· દરેક જૂથ દ્વારા દરેક ધોરણમાં પોતાને મળેલ સમયની વિષયના ગુણવાર ફાળવણી.

· દરેક ગુણની ધોરણમાં કરાયેલ ફાળવણી પર વિષયજુથમાં ચર્ચા અને આખરી ઓપ.

· દરેક જૂથનાં ૧-૧ પસંદિત સભ્યનું અલગ જૂથ બનાવી Curriculum Outline નું એકંદરીકરણ

Ø સવારે ૧૨:૩૦ થી ૧૭:૦૦

· Syllabus Draft

o કુલ ઉપલબ્ધ સમય.

o વિષય શિક્ષણનાં મુખ્ય લક્ષ્ય અને તેનું મહત્વ.

o લક્ષ્યનું સમૂહીકરણ અને સમયનું પ્રમાણ

o શિક્ષણની મુખ્ય

§ પદ્ધતિ અને પ્રવૃત્તિ

§ સામગ્રી

§ વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

o મૂલ્યાંકન

o કક્ષાવાર સૂચી

o બીજા વિષયો સાથેનો અનુબંધ

· પર્યાવરણ જૂથમાં સુબીરજી દ્વારા પર્યાવરણ શિક્ષણ પર વિસ્તૃત ચર્ચા

o ભૌતિક પરિવેશ

§ કુદરતી

· જૈવિક

· અજૈવિક

§ માનવસર્જિત

o સામાજિક પરિવેશ

§ ઘર કુંટુંબ

§ ગામ વગેરે..

o સમયનો પરિવેશ

§ ભૂતકાળ

§ વર્તમાન

§ ભવિષ્ય

· Book Frame ની વિશદ્ ચર્ચા

o ઉદાહરણ સ્વરૂપે ગુજરાતી વિષયની Book Frameનું નિર્માણ

v ૧૧ જાન્યુઆરી ૨૦૧૧

Ø સવારે ૮:૩૦ થી ૧૩:૦૦

· ધોરણ ૩ નાં પર્યાવરણ વિષયની Textbook Frame નું નિર્માણ.

· વર્ણને આધારે શબ્દ અને મનપસંદ શબ્દ પરથી વાક્યોનું નિર્માણ, ત્યારબાદ તે જ વાક્યોને ક્રમ આપીને અર્થપૂર્ણ ફકરા સ્વરૂપે રજૂ કરવાની રોચક પ્રવૃત્તિ.

· ગૃહકાર્ય

Friday 14 January 2011

SRG Workshop - Junagadh

ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા

ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ.

૧૪ ડિસેમ્બર થી ૧૯ ડિસેમ્બર ૨૦૧૦

  • કેવો બાળક અપેક્ષિત છે ? કેવો સમાજ અપેક્ષિત છે ?
  • ERAC મુજબની વિષયવાર પ્રવૃત્તિઓ
  • અભ્યાસક્રમનાં પ્રકાર :
    • કાગળ પર
    • શિક્ષક વર્ગમાં જે કરાવે તે..
  • મોબાઈલનો વર્ગખંડ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
  • CURRICULUM OUTLINE
    • RATIONALE
    • DESCRIPTION OF SUBJECTS AND PEDAGOGY
    • IMPLIMENTATION
  • જ્ઞાન શું છે ? કોનું જ્ઞાન મહત્વનું છે ? (Read more)
  • સ્થાનીય જ્ઞાનનું કેટલું સ્થાન ? કેવી રીતે ?
  • દરેક વ્યક્તિ જ્ઞાનનું સર્જન કરી શકે?
  • કેવું જ્ઞાન ન હોવું જોઈએ ?
  • અત્યારસુધીની ચર્ચાનું સંકલન :
    • પર્યાવરણ વિષયમાં આપ શું સમજો છો ?
    • પર્યાવરણ વિષયના મુખ્ય સાત લક્ષ્યો કયા છે ?
    • પર્યાવરણ વિષયની વિશિષ્ટ શિક્ષણ પધ્ધતિઓ કઈ છે ?
    • આ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની સામગ્રી અને પ્રવૃત્તિની જરૂર પડશે?
    • પાઠ્યપુસ્તકનો ઉપયોગ કેવી રીતે થશે?
    • આ વિષયનો બીજા વિષયો સાથે શું સંબંધ છે ? ખાસ કરીને ધોરણ ૧ થી ૩માં ?
    • ઉપરના ગુણોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ વિષયનો વર્ગખંડ કેવો હશે?
    • મૂલ્યાંકન કેવી રીતે થશે ? ત્રણ ઉદાહરણ આપો.
  • પાઠ્યપુસ્તક અધ્યયન સામગ્રી હશે નહિ કે, અધ્યાપન સામગ્રી !!
  • અભ્યાસક્રમનો ઇતિહાસ
  • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ચર્ચા
  • ધોરણ ૫ નાં અંતે જે ગુણ આવશે તેનું ધોરણવાર વિભાજન.
  • પર્યાવરણ વિષયના સમજપત્ર નું નિર્માણ

SRG Workshop - Modasa

ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા

એમ.કે.લાટીવાલા પી.ટી.સી. કોલેજ, મોડાસા.

૧૭ નવેમ્બર થી ૨૧ નવેમ્બર ૨૦૧૦

  • વિષય આધારિત ૨૦ પ્રશ્નોની ચર્ચા
  • Quiz on last workshop
  • ધોરણ ૫ અને ૮ નાં અંતે બાળકમાં ક્યા ક્યા ગુણ જોવા ઈચ્છો છો ?
  • ૧૫ વર્ષ પછી કેવો સમાજ ?
  • વિષયની એવી બાબતો જે ન આવડતી હોય તો કહેવાય કે વિષય નથી આવડતો.
  • પ્રભાવપત્રો
    • વિષયનાં ગુણોનું ધોરણવાર વર્ગીકરણ
    • શિક્ષણ પધ્ધતિઓ
    • પાઠ્યસામગ્રી, પાઠ્યપુસ્તક, સંદર્ભ સાહિત્ય
    • વર્ગખંડ વ્યવસ્થાપન અને આયોજન
    • મૂલ્યાંકન
    • પ્રશાસન પાસે અપેક્ષા
    • શિક્ષક તાલીમ
    • RTE પ્રમાણેની જરૂરિયાતો

SRG Workshop - Kelanpur

ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા

દાદા ભગવાન તીર્થક્ષેત્ર, કેલનપુર.

૪ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર ૨૦૧૦

  • વર્કશોપનો સમગ્ર દોર સુબીરજી દ્વારા આગળ વધ્યો
  • શિક્ષકને ચાર વાતો ખબર હોવી જોઈએ :
    • શું કરવાનું છે ?
    • શા માટે કરવાનું છે ?
    • હું મારી રીતે કેવી રીતે કરી શકીશ ?
    • શું હું તેને સારી રીતે કરી રહ્યો છું ?
  • ગણીતના શિક્ષકો ઓછું હસતા હોય છે !!!
  • સ્થાનિક લેવલે કેવા કેવા પ્રશ્નો છે ?
  • પ્રવૃત્તિ નું ફોર્મેટ :
    • E – experience – અનુભવ-ચુનૌતી
    • R – reflection – ચિંતન
    • A – application – અનુપ્રયોગ
    • C – consolidation – સંયોગીકરણ સંકલન
  • ERAC is for the Construction of the KNOWLEDGE.
  • પ્રવૃત્તિ કેવી રીતે બનાવવી ?
    • બાળકોને શું રસપ્રદ લાગે છે તે ધ્યાનમાં રાખવું.
    • જે બાબતોમાં અણગમો હોય તેને દુર રાખવી.
    • પ્રવૃત્તિ એટલે a challenging / interesting and meaningful experience.
    • તેઓને શું શીખવું અઘરું લાગે છે ? તેના પર વધુ રસપ્રદ અનુભવો પુરા પાડવા.
    • એવા પ્રશ્નો ન રાખવા, જે પહેલેથી જ નક્કી કરાયેલ જવાબ ધરાવતા હોય, તે પ્રવૃત્તિને નબળી બનાવશે !
    • તમારી જાતને પ્રશ્ન પૂછવો, કઈ બાબત બાળકોને આ દિશામાં વિચારવાની પ્રેરણા આપશે ?
  • પ્રવૃત્તિના પ્રકાર
    • મૌખિક
    • વાચન લેખન આધારીત
    • સામગ્રી આધારીત
  • પ્રભાવપત્રો
  • એક પ્રવૃત્તિ અનેક સ્તર અનેક ઉપયોગ શીખવાના લક્ષ્ય સાથે જોડવું.
  • ચર્ચાપત્ર
  • ભણવાની અને ભણાવવાની રીત
  • RTE Act in brief
    • Provision
    • Incentive
    • Right
  • વિકસીત વ્યક્તિનાં લક્ષણો
  • ERAC મુજબની પ્રવૃત્તિનાં ઉદાહરણો.