Saturday 2 October 2010

નવનિયુક્ત SRG વર્કશોપ, મુ. ઉના જિ. જુનાગઢ.

ધોરણ ૧ થી ૫ માટેના ગુજરાતી, ગણિત અને પર્યાવરણના SRG માટેની સંકલ્પનાત્મક કાર્ય શિબિર











Saturday 4 September 2010

શિક્ષક દિને.........

હાલની શિક્ષણપ્રથા પરનો કટાક્ષ,પર્યાવરણને કવિએ કરેલું ફરમાન!!

આ સઘળાં ફૂલો ને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળાં નિયમોનું પાલન કરવાનું.

દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજીયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું.

આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે.

અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહિ પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટ ડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.

- કૃષ્ણ દવે.

Thursday 12 August 2010

આહ પ્રકૃતિ ......... વાહ પ્રકૃતિ ...........

બહુ ઓછા જોવા મળતા પક્ષીઓ





















Saturday 31 July 2010



પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :-

૧) સામુહિક વાવેતર માટે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા, સામુહિક વાવેતરનું આયોજન કરાવવું અને વર્ષ દરમિયાન આ રોપાઓનું રક્ષણ કરવું અને પાણી આપવું.

૨) ઘરે ઘરે છોડની જરૂરિયાત જાતવાર ભેગી કરવી. છોડને લગાવવા માટેના સ્થળને અનુરુપ જે તે વ્યકિતને સૂચન કરવા અને વિભાગ સાથે આ રોપાઓ પહોંચાડવા માટેનું આયોજન કરવું

૩) ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.

૪) ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.

૫) પર્યાવરણ સુરક્ષા માટે અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતતા ઉભી કરવા માટેનું કામ


શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?


ઓનલાઈન રજીસ્ટ્રેશન :
http://gujarat-education.gov.in/education/samaydaan-paryavaran-guj.htm



Thursday 15 July 2010

પ્રદૂષણ..

બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે,
રે, અહીં ઝેરી હવાઓ વાય છે.

સીઓટૂ, સી.એફ.સી. ને સલ્ફરો,
હર તરફ વાયુ પ્રદૂષણ થાય છે.

જળ મહીં મરતા હવે તો જળચરો!
કાં રસાયણ સાગરે ઠલવાય છે.

કોક દી', ગંગાનું જળ અમરત હતું!
બસ હવે તો માંદગી ફેલાય છે.

ધરતી-જળ દૂષિત ,કરે દૂષિત હવા,
રે, ઘડો તુજ પાપનો છલકાય છે.

ના ફિકર પર્યાવરણની આપને!
કેટલી લાગે, જો તમને હાય છે.

નિત વધે ઓઝોનનું બાકોરું,જો
કેટલા વર્ષો હવે જીવાય છે.

આંધળું છે દૂષણોનું આક્રમણ.
સંસ્કારો ક્યાં કશે દેખાય છે.

બસ જરી ઠંડક મળે ચેતન તને,
ભોગ આખી અવનીનાં લેવાય છે.



જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.

વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે ત્યારે વાપીની એક શાળાએ ઔષધિનો બાગ બનાવી પર્યાવરણની રક્ષા માટે વિદ્યાર્થીઓને નવી દિશા બતાવી છે. પર્યાવરણ અંગે વાપી અને જિલ્લાઓની ૨૬૫ જેટલી શાળાઓના ઇકો કલબ પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પર્યાવરણ અંગે બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે અને વૃક્ષોની ઓળખ તેમનું મહત્વ અને ભારતની ૩૫૦૦ વર્ષ જુની ઔષધીય શાસ્ત્રોથી વર્તમાન અને ભાવિ પેઢી માહિતગાર એ આશયથી શાળા કક્ષાએથી ઇકો કલબની સ્થાપના કરવામાં આવી છે.
.

શાળાઓમાં તૈયાર થયેલા ઔષધીય બાગોમાં ઔષધીય વૃક્ષો રૂપી તેના ઉછેર અને તેના જતન તરફ પૂરતું ધ્યાન અપાય છે. માધ્યમિક કક્ષા બાદ ૨૦૦૭થી પ્રાથમિક કક્ષાએ પણ ઇકો કલબનું યુનિટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર કક્ષાએથી થતા ઇકો કલબનું સંચાલન ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં આ કામગીરી ગુજરાત ઇકોલોજીલ એજ્યુકેશન અને વીર ફાઉન્ડેશન કરવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ કોર્ડિનેટર અને શાળા કક્ષાએ ઇકો કલબ ઇન્ચાર્જ શિક્ષકની નિમણુંક કરાઇ છે. વન વિભાગનું પણ સહયોગ પ્રાપ્ત થાય છે. ઇકો કલબ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાના જન્મ દિને શાળાના બાગમાં એક છોડ રૂપે અને શાળા સમય દરમિયાન તેનું જતન કરે તેવા શરૂ કરેલ પ્રયાસોને પણ સફળતા મળી છે .જમીનના અભાવે વાપી અને વલસાડ સહિત કેટલીક શાળાઓમાં અગાસી ઉપર કુંડાઓમાં ઔષધીયોનો ઉછેર કરવામાં આવ્યો છે.

ઇકો કલબની રચના

આરજીએસ હાઇસ્કૂલમાં ૧૫૪ જાતની ઔષધીય વનસ્પતિઓનું બાગ ઇકો કલબ દ્વારા બનેલ છે. પર્યાવરણ સુરક્ષા માટે સમાજમાં સભાનતા ઉભી કરવી અને આવનારી પેઢી પર્યાવરણીય મૂલ્યોને જાણે, સમજે અને વિચારે એ ઉદ્દેશ સાથે ઇકો કલબની રચના કરવામાં આવી છે.
- કનુભાઇ પટેલ, જિલ્લા કોર્ડિનેટર ઇકો કલબ

Thursday 17 June 2010

FAST FOOD !!!! - a poem by Krishna Dave.


લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...

ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે

આપણને દૂધ નહિ ફાવે !

પિત્ઝાને બર્ગરની આખી આ પેઢીને

રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઇ સડતા એ

પીણાંને પીવો ને પાવ.

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયુ માઈકમાં

મંડી પડ્યા છે કાંઈ ગાવા !

કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં

નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીતા લીલા પડતા મૂકીને ગાવ

રીમિક્સના ગાણાઓ ગાવ.

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...


કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે

નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,

આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના

મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદી કોઈને'ય

સાંભળ્યા છે ડોકટરના ભાવ ?

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...

લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...

- Krishna Dave

Thursday 3 June 2010

5TH JUNE IN THE HISTORY

World Environment Day
World Environment Day (WED) is a day that stimulates awareness of the environment and enhances political attention and public action. It is on 5 June. It was the day that United Nations Conference on the Human Environment began. The United Nations Conference on the Human Environment was from 5-16 June 1972. It was established by the United Nations General Assembly in 1972. The first World Environment Day was on 1973. World Environment Day is hosted every year by a different city with a different theme and is commemorated with an international exposition on the week that 5 June is on. World Environment Day is in summer in the Northern Hemisphere and winter in the Southern Hemisphere.
"Stockholm was without doubt the landmark event in the growth of international environmentalism," writes John McCormick in the book Reclaiming Paradise. "It was the first occasion on which the political, social and economic problems of the global environment were discussed at an intergovernmental forum with a view to actually taking corrective action."
World Environment Day is similar to Earth Day.

From Wikipedia, the free encyclopedia

Tuesday 1 June 2010

LET'S PRESERVE THE ENVIRONMENT


Dear all,

Let's think and share our views to create harmony in nature.

If we want to create awareness and educate the society,
we should start from the children.

The future of India is dependent on them.

Let's preserve the nature.

ENJOY BLOGGING !!!!